
સુરત:
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવસભર પરિસ્થિતિના પગલે સુરત શહેરમાં પોલીસ વિભાગએ પણ એહિતિયાતી પગલાંના ભાગરૂપે એલર્ટ પગલાં લીધા છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર GRP, RPF અને SOG દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ડોગ સ્કોડ, મુસાફરોના ID કાર્ડ અને ટ્રેનોની તલાશી
આ ચેકિંગ દરમિયાન ડોગ સ્કોડની મદદથી ટ્રેનો અને પ્લેટફોર્મની તલાશી લેવામાં આવી, તેમજ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના ID કાર્ડ તપાસવામાં આવ્યા.
પોલીસે ટ્રેનોના કોચમાં પણ પ્રવેશી ચેકિંગ કર્યું અને શંકાસ્પદ લોકો પર નજર રાખી.
કઈ ટ્રેનો અને સમય દરમિયાન હાથ ધરાયો ઓપરેશન?
સુરક્ષા કારણોસર ચોક્કસ ટ્રેનો અને સમયની માહિતી જાહેર કરવામાં નથી આવી, પણ અધિકારીઓએ જણાવ્યું કે “વિશેષ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે અને હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યા છે.“
અધિકારીઓની અપીલ: મુસાફરો સહકાર આપે
પોલીસ વિભાગે યાત્રીઓ અને સ્થાનિક નાગરિકોને વિનંતી કરી છે કે આ પ્રકારની તટસ્થ સુરક્ષા ચકાસણી દરમિયાન પોઝિટિવ સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે.