ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.

કેશોદ

પર્યાવરણ એક એવો શબ્દ છે, જેની ચિંતા દુનિયા ભરના લોકો કરી રહ્યા છે. આજે વૃક્ષો ઘટી રહ્યા છે પરિણામે અનેક પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થવા લાગી છે તથા ગ્લોબલ વોર્મિંગ થી સમગ્ર સૃષ્ટિ ખતરામાં છે.તેથી સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની જાળવણી ખુબ જ અગત્યની છે. પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ- કેશોદ

આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.7-7-2024 ને રવિવારના દિવસે કેશોદ શહેર મધ્યે ગિરનાર ઓટો પાર્ટ્સ દુકાન પાસે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં રાવણા, મીઠો લીમડો, પારસ પીપળો, દાડમ, બોરસલી, બદામ, આસોપાલવ, જામફળ, સરગવો, તેમજ સિતાફળી, રાયણ, જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના 1200 જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરોક્ત 1200 રોપાઓ ઉપરાંત વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના જીતુભાઈ પુરોહિત તેમજ વિશાલ પણખાણીયા દ્વારા આશરે 50 જેટલા સરગવાના રોપાઓ જાતે તૈયાર કરી તેમનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયા તેમજ કેશોદ વનપાલ શ્રી આર.વી.ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ શ્રી કે.એમ.રાઠોડ, અજાબ વન રક્ષક શ્રી પી.આર.ગાધે અને કેશોદ વન રક્ષક શ્રી સંદીપ જે. સારૈયા અને ભારત વિકાસ પરિષદ કેશોદના સંયોજકો હરેશભાઈ પંડ્યા, શ્રી શ્રી હિરેનભાઈ ચાવડા અને શ્રી પ્રકાશભાઈ ચાવડા તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયોજકો શ્રી વિશાલ પાણખાણીયા અને શ્રી નિશાંત પુરોહિત તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)