કેશોદ, તા. 13 એપ્રિલ – સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે સતત નવતર સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર ભારત વિકાસ પરિષદ, કેશોદ શાખા દ્વારા આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે રાહત દરે શૈક્ષણિક ચોપડાનું વિતરણ યોજાયું હતું. તાજેતરમાં જ નવા વરાયેલા પ્રમુખ શ્રી આર.પી. સોલંકીના સુચન અને દિશાનિર્દેશ હેઠળ આ ઉમદા કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
આ વિતરણ કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયું જેમાં ખાસ કરીને –
📍 તુલસી જ્વેલર્સ, અમૃત નગર
📍 રઘુવંશી હોસ્પિટલ, બસ સ્ટેશન પાસે
📍 વીવીએસ કલેક્શન, આંબાવાડી
📍 કાનાબાર એસોસિયેટ, બગીચા સામે
📍 દિનેશભાઈ સિદ્ધપુરા, અગતરાય રોડ
આ સ્થળોએ હમણા માટે રાહત દરે ફુલસ્કેપ સાઈઝના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશેષ વાત એ છે કે –
આજના દિવસે સ્ટેશન રોડ પર ગિરનાર ઓટો પાસે સવારે 8:00 વાગ્યાથી વિશાળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશોદ 88 મતવિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, તેમજ DYSP બી.સી. ઠક્કરની વિશિષ્ટ ઉપસ્થિતિમાં વિતરણનો શુભારંભ થયો હતો.
આજરોજ કુલ 15000 જેટલી ચોપડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી અને સહાયરૂપ બની રહેશે. દરેક વર્ષે પરિષદ દ્વારા આવા શૈક્ષણિક સહાયકારક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ. સ્નેહલભાઈ તન્નાએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવા માટે સસ્તા દરે ચોપડાનું વિતરણ જ નહીં, પરંતુ વિવિધ માર્ગદર્શન કાર્યક્રમો, આરોગ્ય કેમ્પ, લક્ષ્યાંકિત સહાય યોજના સહિત અનેક સેવાકીય કાર્યો વર્ષભર હાથ ધરવામાં આવે છે.”
વિદ્વાનોએ કહ્યું છે કે, શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ દાન છે અને એવા દાનમાં સહભાગી થતું સ્થાન કોઈ પણ સંસ્થા માટે ગૌરવની બાબત છે. ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ સમાજના ઘનિષ્ઠ વિકાસ માટે ખુબજ મહત્વપૂર્ણ છે.
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ