ભારત વિકાસ પરિષદ – જેતપુર શાખા દ્વારા “ભારત કો જાનો” મૌખિક પ્રશ્નમંચ યોજાશે.

જેતપુર

પારિવારિક સદસ્યતા ધરાવતી, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ રાષ્ટ્રીય સંસ્થા “ભારત વિકાસ પરિષદ” જેતપુર શાખા આયોજિત મુખ્ય પ્રકલ્પ “ભારત કો જાનો” લેખિત કસોટી માં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના કુલ ૧૭૫૦ છાત્ર એ શાળા કક્ષાએ ભાગ લીધેલ હતો.

આ રાષ્ટ્રીય પ્રકલ્પના મુખ્ય સંયોજક આર.એમ.મોણપરા સાહેબના જણાવ્યા મુજબ આ કુલ ૩૩+૧૧ શાળામાંથી લેખિત કસોટીમાં શ્રેષ્ઠ ગુણાંક સાથે શાળા કક્ષાએ પ્રથમ-દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર ટીમ આવનાર તા.૧૫ સપ્ટે. ૨૦૨૪ રવિવારે સવારે ૮ થી ૧૨ કલાકે શ્રી કુંભાણી ગર્લ્સ સ્કૂલ,જેતપુર સ્થળ પર યોજાનાર મૌખિક પ્રશ્નમંચ માં પોતાની શાળાને વિજેતા બનાવવા ઉત્સાહ સાથે આ સ્પર્ધામાં ભાગ લેશે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)