ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉભા પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ.

સુરત :

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદને લીધે ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 15,000 એકર શેરડીના પાક જમીન પર લહેરાઈ રહ્યો છે. ત્યારે હાલ શેરડીમાં સફેદ માખીનો ઉપદ્રવ સામે આવ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સરવે કરવા માંગ ઉઠી છે. જેથી ખેડૂતોને હાલ પડ્યા પર પાટુની સ્થિતિમાંથી રાહત મળી શકે.

ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને અપીલ કરી છે. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ભારે નુકશાન છે. શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર સર્જાઈ છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હજી તેનો વ્યાપ વધી રહ્યો છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)