ભારે વરસાદના કારણે પલસાણાના બલેશ્વરથી જતા ચાર રસ્તાઓ બંધ કરાયા.

સુરતઃ

છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાડી પર પુલ નીચાણવાળા હોવાથી પુલ ઉપરથી પાણી પસાર થાય છે. જેના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે પુલની બન્ને બાજુએ બેરીકેટીંગ મુકી વાહન વ્યવહાર તથા અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બલેશ્વર ખાડીમાં પાણી ભરાવાના કારણે (ઓવર ટેપીંગ)ના કારણે બલેશ્વરથી કડોદરા, તુંડી, બગુમરા અને તુંડી દસ્તાન જવા માટેના ચાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના વૈકલ્પિક રીતે બલેશ્વર એપ્રોચ રોડ જોઈનીગ એન.એન.૪૮ પર, એના તુંડી કારેલી મોતા રોડ અને કરણ સાંકી બગુમરા રોડ, ઓલ્ડ બી.એ. રોડ પાસીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા જતા રસ્તો, એના તુંડી કારેલી મોતા રોડ પરથી વાહનો જઈ શકશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)