ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં થયેલ નુકસાની સંદર્ભે કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક .

જૂનાગઢ

ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી. ભારે વરસાદથી જિલ્લામાં થયેલ નુકસાની સંદર્ભે મંત્રીશ્રીએ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ધારાસભ્યશ્રીઓ- પદાધિકારીશ્રીઓએ પોતાના વિસ્તારમાં ભારે વરસાદથી થયેલ નુકસાની સંદર્ભે રજૂઆતો કરી હતી. મંત્રીશ્રીએ આ પ્રશ્નો સંદર્ભે જરુરી ચર્ચા વિચારણા કરવાની સાથે તેના ઉચિત નિરાકરણ માટે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન અને અગ્રણી શ્રી દિનેશભાઈ ખટારીયા ઉપરાંત જિલ્લા – તાલુકા પંચાયતના હોદ્દેદારો-સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે, આ બેઠકની પૂર્વ ભૂમિકા આપી હતી. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકના પ્રારંભે ધારાસભ્યશ્રીઓ અને અગ્રણી હોદ્દેદારોએ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)