ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ.

ભાવનગર

હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારીયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી.શહેરના આગેવાનો સહિત 3000 લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા, મામલતદાર આર. એન. કુંભાણી, ચીફ ઓફિસર કે. જે. પટેલ, આગેવાન કેશુભાઈ નાકરાણી સહિત પોલીસ સ્ટાફ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)