ભાવનગરના ભરતનગરમાં પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે ચલાવતી કારે ગાય ને ઉડાડી કારમાં બિયરના ટીન મળ્યા.

ભાવનગર

પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે ગાય ને ઉડાડી કારમાં બેસેલા અન્ય ત્રણ શખ્શો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે એકને પોલીસ દ્વાર ભરતનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો .રાત્રીના સમય ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સફેદ કલરની સ્વિફ્ટ કારે ગાય સાથે ધડકાભેર ભટકાડી હતી , કારની અંદર બિયરના ટીન મળી આવ્યા હતા અને કાર ચાલક પીધેલી હાલતમાં કાર ચલાવતો હતો .

કાર ભટકાતાં ની સાથે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તેમજ તેમના કહેવા પ્રમાણે કારમાં ચાર શખ્સો હતા જેમાંથી ત્રણ ભાગી છૂટયા હતા જ્યારે એક ની પોલીસે અટકાયત કરી હતી.ઈજાગ્રસ્ત ગાય ને માનવતા ગૌશાળા દ્વારા લઈ જવાઈ હતી .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)