ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ને ઝડપી પાડતી પોલીસ

ભાવનગર

વિઠ્ઠલવાડી વિસ્તારમાં થયેલ ફાયરિંગ માં એક ના મૌત ને લઈ પોલીસે ચક્રો ગતિમાન કરી હત્યામાં સંડવાયેલા ત્રણ આરોપી ને ઝડપી પડ્યા હતા .

બે દિવસ પેહલા સાંજના ભાગે થયેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ ની ઘટના બની હતી જેમાં કુલદીપસિંહ નું મૌત થયુ હતું જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પોહચી આરોપીને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં હથિયાર વડે ફાયરિંગ કરનાર રાહુલ વેગડ , રજૂ વેગડ અને મામા ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપી ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી .

અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)