ભાવનગરની ઋચા ઓમ ત્રિવેદીની “ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ” ગુજરાત ટીમમા થી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી.

ભાવનગર

ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ”ની ગુજરાત ટીમમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ભાવનગર નું ગૌરવ,મિસ યોગીની ઓફ ગુજરાત અને ઇન્ટરનેશનલ યોગા પ્લેયર ઋચા ઓમ ત્રિવેદીની પસંદગી કરવામાં આવી.ભારત સરકાર આયોજિત ખેલો ઈન્ડિયા વુમન્સ લીગની ગુજરાત ટીમમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ભાવનગર નું ગૌરવ તથા ઇન્ટરનેશનલ યોગા પ્લેયર અને મિસ યોગીની ઓફ ગુજરાતની ટાઈટલ વિનર ૧૩ વર્ષીય બાળ યોગીની ઋચા ઓમ ત્રિવેદી U૧૮ વય જૂથમાં રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે,હવે તે આગામી ૨૪-૨૫ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન નેશનલ કોમ્પિટિશન રમવા જોધપુર જશે.

ઉલ્લેખનીય છે કે ઋચા ત્રિવેદી ગતવર્ષે ગુજરાતની ટીમમાં ભારત સરકાર આયોજિત SGFIની નેશનલ ચેમ્પિયનશિપ સહિત અનેક સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. ઋચા ત્રિવેદી,દક્ષિણામૂર્તિ વિનય મંદિરની ધો.૯ ની વિદ્યાર્થીની છે સાથે તે યુનિવર્સિટી યોગ હોલ ખાતે રેતુભા ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૯ વર્ષથી યોગ તાલીમ મેળવી રહી છે તેમજ આજ સુધીમાં ઋચા એ જીલ્લા,રાજ્ય,રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ચેમ્પિયનશિપમાં ઉજ્વળ દેખાવ કરી જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલ છે.

ખેલો ઈન્ડિયાની આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યને ગૌરવ અપાવવા ,ઋચા ને તેના યોગ ગુરુઓ,શાળા પરિવાર,યોગ હોલ ગ્રુપ સહિત અનેક સંસ્થાઓએ આશિર્વાદ સહ શુભકામનાઓ પાઠવી છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)