ભાવનગરની પી.એમ. કેન્દ્રીય વિદ્યાલયમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી.

તા. 29 ઓગસ્ટે હર ગલી હર મૈદાન, ખેલે સારા હિન્દુસ્તાન અભિયાન અંતર્ગત ભાવનગરની પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય પરામા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી.

આ અવસરે વિદ્યાર્થીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને અનુશાસન, ટીમ ભાવના અને રમત-ગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા પુરી પાડવામાં આવી. સાથે જ ખેલને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મિરંત ઈટાલીયા તથા આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી કુલદીપ તમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ખેલમાં કારકિર્દી બનાવવાની તકો અને નિયમિત રમત-ગમતના ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેઝાદ કુરેશી, અમિત પટેલ તથા અન્ય શિક્ષકોનું વિશેષ યોગદાન રહ્યું.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર