ભાવનગરની સુમિટોમો કંપનીમા એમોનિયા ગેસ લીકેજ અંગેની ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઇ

ભાવનગર

ભાવનગરની સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લીમીટેડ કંપનીમા એમોનિયા ગેસ લીકેજ અંગેની ઓફ સાઈટ મોકડ્રીલ કરવામાં આવેલ હતી.
સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લીમીટેડ, ભાવનગર ખાતે આવેલ અમોનિયા ગેસ સ્ટોરેજ શેડમાં આવેલ એમોનિયા સીલીન્ડર્સના વાલ્વમાં લિકેજ થવાની ઘટના બનતાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં એમોનિયા લિકેજની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ દ્વારા એમોનિયા લિકેજ ની જાણ જીલ્લા વહીવટી તંત્રને કરવામાં આવતા ક્લેકટર આર. કે. મહેતા (આઈ.એ.એસ) ની સુચના મુજબ ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપને એક્ટીવ કરવામાં આવેલ તથા તમામ સભ્યોને તાત્કાલીક સ્થળ પર હાજર થવા જણાવેલ હતુ.

ત્યારબાદ કલેક્ટર પણ ઘટના સ્થળ પર પહોચીને કન્ટ્રોલ રૂમનો ચાર્જ સંભાળીને વિવિધ સરકારી વિભાગને પોતાની કામગીરી કરવા સુચના આપેલ અને જે મુજબ દરેક સરકારી વિભાગે પોતાની કામગીરી બજાવેલ હતી. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર ટેન્ડર દ્વારા સ્થળ પર પહોચીને અમોનિયા લિકેજને કન્ટ્રોલ કરેલ હતો. ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગેસ ડિટેકટરની મદદથી લોકેશન પર ગેસનું પ્રમાણ ચેક કરતા તે નહિવત આવતા કલેકટર દ્વારા સાઈટ વિઝીટ કરીને ઓલ ક્લીયરનું સિગ્નલ આપતા આ ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી. (ભાવનગર)