ભાવનગરઃ
ભાવનગર ની ભગવાન જગન્નાથજી ની ૩૯મી રથયાત્રા કાર્યાલય નું ઉદ્ઘાટન સંતો મહંતો અને રાજકીય સમાજિક આગેવાનો ની ઉપસ્થિતિ માં ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતુ, ભાવનગરમાં ભારત ની ત્રીજા નંબર અને ગુજરાત ની બીજા નંબર સૌ થી મોટી રથ યાત્રા જુલાઈ મહિના ની સાતમી તારીખે નીકળવાની છે ત્યારે આજે રથયાત્રા કાર્યાલય નું ઉદ્ઘાટન સંતો દ્વારા ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતુ.
ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા છેલ્લા ૩૮ વર્ષ થી ચાલી રહી છે , રથયાત્રા સમિતિ ના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં એક પણ એવી રથયાત્રા ન હતી જેમાં તંત્ર સાથે નાના મોટા ઘર્ષણ ન થયા હોય , વધુ ના વક્તવ્યમાં હરૂભાઈએ કહ્યું કે આ વર્ષ ની રથયાત્રા વધુ વિશેષ એટલે હશે કે અયોધ્યા માં ભગવાન શ્રી રામ ની સ્થાપના બાદ પ્રથમ યાત્રા છે જેને લઈને ભાવનગર વાસિયોમાં વધુ શ્રધ્ધા અને ભાવ જાગશે.
આ પ્રસંગે દયારામગીરી બાપુ , રામચંદ્રદસ બાપુ અન્ય સંત ગણ ની સાથે ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ , મેયર ભરતભાઈ બારડ , સહિત સમાજ ના અગ્રણીઓ અને ભાવિ ભક્તો હાજર રહ્યા હતા.
અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)