ભાવનગરમાં આગામી અષાઢી બીજ ના દિવસે થનાર રથયાત્રા ના સંદર્ભે ભાવનગર પોલીસ દ્વારા બે દિવસ ડ્રાઇવ રાખવામાં આવી

ભાવનગર

ગુજરાત ની બીજા નંબર ની સૌથી મોટી રથ યાત્રા આગામી અષાઢી બીજનાં દિવસે યોજાવાની છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવામાં આવશે . બે દિવસ પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં મોટર વેહિકલ એક્ટ મુજબ વાહન ચેકીંગ, ટ્રાફિક ને અડચણ રૂપ થાય તેવા લારી ગલ્લા બંધ કરી તેને દંડ આપવો અને દારૂ અને જુગાર રમતા ઈસમો ઉપર કરાયવ્હી કરવામાં આવી હતી .

૯૦ જેટલા ગુનાહો જેમાં અડચણ રૂપ વાહનોના ૧૨ , મોટર વેહિકલ એક્ટ ના ૩૧૬ , જી.પી એક્ટ૧૩૫ ના ૨૮, એનડીપીએસ નો ૧ અને જુગાર નો ૧ કસ ડ્રાઇવ દરમિયાન નોંધવામાં આવ્યા હતા જે અંતર્ગત ૬૧ હજાર થી વધુની રકમ દંડ ફટકાકરવામાં આવ્યો હતો .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)