ભાવનગરમાં “એક કામ નેક કામ” ના પ્રણેતા નરેન્દ્રસિંહ ને બિરદાવતા મ્યુનસિપલ કમિશ્નર એન વી ઉપાધ્યાય તેમજ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ..

ભાવનગર

ભાવનગરમાં ઘણી બધી સંસ્થો સેવાના કામ સાથે જોડાયેલી છે જેમાં માનવ સેવા થી લઈને પર્યાવરણ ની સેવા કરવામાં આવે છે આવા જ એક ઉદ્દેશ્ય સાથે “એક કામ નેક કામ” ના સ્લોગન હેઠળ નરેન્દ્રસિંહ છેલ્લા ચાર વર્ષ થી કામ કરી રહ્યા છે .

કેહવાય છે કે છોડ વાવાઓ સેહલો છે પરંતુ તેની માવજત કરવી અઘરી છે , તેવા પ્રકારના નું જ કામ નરેન્દ્ર સિંહ કરી રહ્યા છે , કોર્પોરેશન તેમજ અન્ય સંસ્થા છોડ વાવે છે અને તેની સાર સંભાળ માટે ટ્રી ગાર્ડ પણ લગાવે છે પરંતુ જ્યારે તે છોડ માં થી ઝાડ થઈ જાય છે ત્યારે ટ્રી ગાર્ડ ની કોઈ જરૂર રહેતી નથી અથવા તો એમ કહીએ કે ત્યાં સુધીમાં તેની હાલત ખારબ થઈ ચૂકી હોય છે .
તો આવા ખરાબ અથવા રિપેર થાય તેવા ટ્રી ગાર્ડ નરેન્દ્રસિંહ લઈ ને સમારકામ કરી કલર કરી ફરી વપરાશમાં લેવાય તેવા બનાવી આપે છે . આ પાછળ તેઓ કોર્પોરેશન પાસે થી કોઈ પ્રકારનું મહેતાણુ લેતા નથી અને નવા રિપેર કરેલા ટ્રી ગાર્ડ ફરી મહાનગપાલિકા ને આપે છે .

તેઓની સમાજ માટે ની સરસ કામગીરીને ભાવનગર કમિશ્નર તેમજ શહેર પ્રમુખ દ્વારા બિરદાવવામાં આવી હતી .

એહવાલ :- સિદ્ધાર્થ ઘોઘારી (ભાવનગર)