ભાવનગર શહેરમાં રૂવાપરી રોડ, ખેડુતવાસ વિસ્તારમાં ગોળકુંડાળુ વળી ગંજીપત્તા-પૈસા વડે હારજીતનો જુગાર રમાતા છ લોકોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. રેઇડ દરમ્યાન રોકડ રૂ.૨૧,૩૦૦/- અને ૫૨ કિ.રૂ.નું ગંજીપત્તાનું પાનું કબજે કરવામાં આવ્યું.
આ કડક કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના હેઠળ કરવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે તાત્કાલિક રેઇડ અને ઝડપકામ કર્યું.
પકડી પાડાયેલા આરોપીઓ:
રાહુલ દિનેશભાઈ વેગડ, ઉ.વ. ૩૦
સાકિર અબ્દુલભાઈ કુરેશી, ઉ.વ. ૩૫
સુરેશભાઈ ભુપતભાઈ મકવાણા, ઉ.વ. ૨૮
કાળુ કિશોરભાઈ વાઘેલા, ઉ.વ. ૪૭
સુનિલ ધનાભાઈ રાઠોડ, ઉ.વ. ૩૦
ભરત ઉર્ફે પારેવો જેન્તીભાઈ ડાભી, ઉ.વ. ૪૨
આ આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કલમ હેઠળ ગુનો રજી. કરાયો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
પોલીસ ઇન્સ. એ.આર.વાળા અને એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહિલ, રવિરાજ સિંહ ગોહિલ.
આ કાર્યવાહીથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગાર-દારૂની પ્રવૃત્તિને અટકાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
રીપોર્ટર: સતાર મેતર, ભાવનગર