ભાવનગરમાં પ્રથમવાર ફોટોગ્રાફર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાતભરના ફોટોગ્રાફર આવ્યા હતા .

ભાવનગર

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચાની આગેવાની હેઠળ “મેગા સિનેમેટો ગ્રાફી ફોટોગ્રાફી વર્ક શોપ” નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંઈ સ્ટુડિયો સુરતના મેન્ટર બિપીનભાઈએ ખૂબ જ ઉપયોગી ટેકનીકનું માર્ગદર્શન કર્યું હતું.

સુરતના મેન્ટર શ્રી બિપીનભાઈ દ્વારા ખૂબ જ ઉપયોગી ટેકનીકનું માર્ગ દશન

કાર્યક્રમની શરૂઆતમાં ગણેશ સ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું ફોટોગ્રાફર એસોિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચા , બીપીનભાઈ ,વિમલભઈ બારૈયા વિપુલભાઈ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ , પ્રમુખ કાળુભાઈ જાંબુચા અને કમિટી મેમ્બર્સ દ્વારા મહુલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આખી ટીમ દ્વારા વર્કશોપ ના મેંટર બિપીન સાઈનું સ્વાગત- અભિવાદન કર્યું હતું .

ભાવનગર જીલ્લા ઉપરાંત અમદાવાદ, ધોરાજી, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ઉના, સુરત, અમરેલી, જામનગર, ગારીયાધાર, પાલિતાણા, શિહોર સહિત સમગ્ર ગુજરાતના શહેરોમાંથી ૩૦૦ થી વધુ ફોટોગ્રાફરે આ વર્કશોપ નો લાભ લીધો હતો.વર્કશોપમાં કાળુભાઈ જાંબુચા તેમજ અન્ય સભ્યો દ્વારા ફકત ૨૦ દિવસમાં મેહુલભાઈ , શૈલેન્દ્રસિંહ , કૌશિકભાઈ પ્રકાશભાઈ, ભાવેશભાઈ, ઈરફાનભાઈ, શબ્બીરભાઈ, રમેશભાઈ, અનિલભાઈ, વિપુલભાઈ, પંકજભાઈ, અરવિંદભાઈ, દીપભાઈ અને પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

એહવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)