ભાવનગરમાં બીજા દિવસે મેગા ડીમોલેશન શરૂ..

ભાવનગર:

ચૂંટણી પૂરી થયા બાદ ફરી એક વાર ભાવનગર મહાનગર પાલિકા દબાણ હટાવ સેલનું બુલડોઝર ફર્યુ.

ભાવનગર શહેરમાં દબાણ હટાવ સેલની કામગીરી ચૂંટણી પૂરી થયા બાદ ફરી ચાલુ થઈ છે , ધોબી સોસાયટી માં મેગા ડીમોલેશનની કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે, ગઈકાલ અને આજે શહેરના ધોબી સોસાયટી વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે,

બોરતળાવ બાળ વાટિકા થી રોડ
રસ્તા બ્લોક કરવામાં આવ્યા હતા, પોલીસ કાફલો , ફાયર ટીમ , pgvcl ટીમ અને મનપા ના દબાણ હટાવના કર્મચારીઓ દ્વારા સાથે રહી ને કામગીરી કરી હતી, ૩૬ મીટર માં થી ૧૮ મીટર રોડ પોહલો રોડ કરવા માટે દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે.

ધાર્મિક સ્થળો સહિત ૮૪ જેટલા મકાનો ગેરકાયદેસર બનાવામાં આવ્યા છે જેને હટાવવા ની કામગીરી મનપા દ્વારા બીજા દિવસે પણ શરૂ છે, છ મહિના અગાઉ પણ આ વિસ્તારમાં મનપા દ્વારા ગેરકાયદસર બાંધકામ ની નોટિસો આપવામાં આવી હતી પરંતુ રાજકીય દબાણ આવતા દબાણો દૂર નોહતા કરવામાં આવ્યા પરંતુ ચૂંટણી પૂરી થયા ને તુરંતજ મેગા ડીમોલેશન ની કામગીરી હાથ ધરાઈ હતી.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)