ભાવનગરમાં મેજર ધ્યાનચંદ જયંતિ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વોલીબોલ અને બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન.

ભાવનગર જિલ્લામાં મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા વોલીબોલ અને બેડમિન્ટન સ્પર્ધાઓ યોજાઈ.

જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રમતોમાં પોલીસ કર્મચારીઓ તથા રમત-ગમત વિભાગની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો.

📌 વોલીબોલ સ્પર્ધા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાઈ, જેમાં પોલીસ વિભાગની ટીમ અને રમત-ગમત વિભાગની ટીમ આમને–સામને આવી. રમતમાં કડક ટક્કર જોવા મળી હતી, પરંતુ અંતે પોલીસ વિભાગની ટીમ વિજેતા બની હતી.

📌 બીજી તરફ બેડમિન્ટન સ્પર્ધામાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો, જેમાં પોલીસ વિભાગની ચાર ટીમો, રમત-ગમત વિભાગની બે ટીમો અને યુનિવર્સિટી વિભાગની બે ટીમો સામેલ હતી. આ ટુર્નામેન્ટમાં પણ પોલીસ વિભાગની ટીમ વિજેતા રહી હતી.

સ્પર્ધાના અંતે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક આર.વી. ડામોર, હેડ ક્વાર્ટરના આરપીઆઇ પી.એસ. સોલંકી, યુનિવર્સિટી તથા રમત-ગમત વિભાગના કોચ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ રીતે મેજર ધ્યાનચંદ જયંતિના અવસરે ભાવનગરમાં રમતગમતનો જુસ્સો જોવા મળ્યો હતો.

🖊️ અહેવાલ : સતાર મેતર, ભાવનગર