ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે મોટી સફળતા મેળવી છે. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે મળેલી બાતમીના આધારે શહેરના મોતીતળાવ વિસ્તારમાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
આરોપી નિલેશભાઈ વિનોદભાઈ બારૈયા, રહે. કણબીવાડ, ઊભી સડક, ભાવનગર, ખુલ્લા જાહેર સ્થળે ‘ફોર સેલ ઇન દાદરા નગર હવેલી ઓનલી’ લખેલી 240 બોટલ વિદેશી દારૂ અને 6 ટીન બિયર સાથે ઝડપાયો છે. દારૂમાં ROYAL CHALLENGE તથા ICONIQ WHITE વિસ્કીની 180ML બોટલો તથા BUDWEISER MAGNUM બિયરનો સમાવેશ થાય છે. કુલ કિ.રૂ. 65,524 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ ગંગાજલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનəh દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, પી.બી. જેબલિયા તેમજ સ્ટાફના ભૈયાપાલસિંહ ચુડાસમા, અલ્ફાઝ વોરા અને મજીદ સમાએ બજાવી હતી.
આ કાર્યવાહીથી ફરી એકવાર સિદ્ધ થયું છે કે શહેરમાં દારૂના કાવતરાને છીનવી નાંખવા માટે ભાવનગર પોલીસ તત્પર છે