ભાવનગરમાં હાઇબ્રીડ ગાંજા સાથે યુવાન ઝડપી

ભાવનગર: ગુજરાત સરકારના “નશા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ભાવનગર જીલ્લામાં “No Drugs in Bhavnagar” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર એસ.ઓ.જી.ની ટીમે ભાંગલીગેટ પાસે વાઘાવાડી રોડ નજીકથી એક યુવાનને હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો અનુસાર, યશભાઈ સંજયભાઈ મહેતા (ઉંમર 22, સુભાષનગર, ભાવનગર) પાસેથી કુલ 58.560 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, એક મોબાઇલ ફોન, આધાર કાર્ડ, લાઇટ બિલ અને પેશન મોટરસાયકલ મળી કુલ રૂ.22,585.60નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

કાર્યवाहीમાં જોડાયેલા સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, એએસઆઈ વિજયસિંહ ગોહિલ, એએસઆઈ ગુલમહંમદભાઈ કોઠારીયા, એએસઆઈ મિતેષભાઈ જોષી, એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ તથા પોલીસ કૉન્સ્ટેબલ ધર્મદિપસિંહ જાડેજા, પાર્થભાઈ ધોળકિયા, હરપાલસિંહ ગોહિલ, મિનાજભાઈ ગોરી, સુરેન્દ્રસિંહ ગોહિલ અને હરેશભાઈ મકવાણા જોડાયા હતા.

📍અહેવાલ: સતાર મેતર, ભાવનગર