ભાવનગર શહેરમાં કલા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું વિશેષ પ્રદર્શન યોજાશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગથી, ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે ૮, ૯ અને ૧૦ ઓગસ્ટ દરમિયાન “હમારી વિરાસત” અને ‘હેરિટેજ’ના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું સંચાલન દિવ્યરાજસિંહ જાડેજા, જયશ્રીબા ગોહિલ અને ભૂમિબા જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પ્રદર્શનનું ઉદ્ઘાટન ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે ૮મી ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે મેહુલભાઈ વડોદરિયા, અમુલભાઈ પરમાર, તૃપ્તિબા રાઓલ, હિમાચલ મહેતા અને હેતસ્વી સોમાણી હાજરી આપી મહિલા કલાકારોને પ્રોત્સાહિત કરશે.
પ્રદર્શન દરમિયાન “હમારી વિરાસત” અને ‘હેરિટેજ’ થિમ પર આધારીત કૃતિઓ અને ફોટોગ્રાફી જનતા માટે પ્રદર્શિત થશે. આયોજક મહિલા ફોટોગ્રાફરો દ્વારા ભાવનગરના નાગરિકોને આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પ્રદર્શન ૮મી થી ૧૦મી ઓગસ્ટ દરમિયાન દરરોજ સવારે ૧૦:૦૦ થી સાંજના ૮:૦૦ વાગ્યા સુધી સૌ માટે ખુલ્લું રહેશે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.