ભાવનગરમા ભાજપ કાર્યાલય ખાતે મિસાબંધુઓએ પત્રકાર પરિષદ યોજી.

ભારત સરકાર દ્વારા ૨૫ મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાના નિર્ણયને મિસાબંધુઓ અને શહેર ભાજપે આવકાર્યો.

૨૫ મી જૂન ૧૯૭૫ ના કટોકટીના એ કાળા દિવસોને દેશ આજે પણ નથી ભુલ્યો, ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજપત્રમાં પ્રત્યેક વર્ષની ૨૫ મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવેલ, જેના અનુસંધાને એ સમયના લોકશાહીના રક્ષકો અને જેલમાં ગયેલા ભાવનગરના મિસાબંધુઓ દ્વારા તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૪ અને રવિવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલ, જેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ગુજરાત લોકતંત્ર સેનાની સંઘના કન્વીનર જે. પી. રાઠોડ, યશોધરભાઈ ભટ્ટ, દિલીપભાઈ મહેતા, મહેન્દ્રભાઈ પંડ્યા, દિનેશભાઇ ખાટસુરીયા, જીતુભાઇ ગોરડીયા, અનિભાઈ ગોહિલ તેમજ મૃતક મિસાબંધુઓના પરિવારજનો અને શહેર ભાજપ મહામંત્રી નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ મિસબંધુઓ અને પત્રકાર મિત્રોને આવકારેલ, જ્યારે યશોધરભાઈ ભટ્ટ અને જે. પી. રાઠોડે જણાવ્યું હતું કે દેશમાં આવા દિવસો ક્યારેય આવવા જોઈએ નહીં અને તે માટે અમો જાગૃતિ અભિયાન ચલાવીશું. ૨૫ મી જુનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાના સરકારના નિર્ણયને બધાજ મિસાવાસી વડીલોએ એક સુરે આવકારેલ.

એહવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)