ભાવનગર અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગ્નાથજીની રથ યાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

ભાવનગર અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગ્નાથજીની રથ યાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

 

ભાવનગર

૩૯મી ભગવાન જગ્નાથજીની રથયાત્રા ની તડામાર તયારીઓ શરૂ થઈ ચૂકી છે શહેરના ઘોઘાગેટ ખાતે હનુમાનજી નું મોટું કટઆઉટ તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નું કટઆઉટ મુકવામાં આવ્યુ છે સાથે સાથે સમિતિ કાર્યાલયમાં કેસરી ધજા બનાવાની તૈયરીઓ શરૂ થઈ ચૂકી છે .

ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને હરૂભાઈ ગોંડલીયા સંચાલિત ભાવનગર ની ૩૯મી ભગવાન જન્નાથજીની રથયાત્રા ૭ જૂન ને અષાઢી બીજ ના દિવસે નીકળનાર છે ત્યારે યાત્રા ને લાગતી તૈયારીઓ પુર જોશ માં શરૂ થઈ ચૂકી છે .૧૭ કિમી નો લાંબા રૂટ ઉપર ફરનાર આ રથયાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર ફરશે જેમાં સંવેદનશિલ વિસ્તાર શામિલ છે . જેને લઈ પોલીસ પ્રશાસન દ્વારા પ્રાથિમક ધોરણે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું .

સમગ્ર રૂટ ને ભગવા રંગ ની ઝંડી થી શણગારવામાં આવશે જેની તૈયારીઓ સમિતિ કાર્યાલય ઉપર ચાલુ કરી દેવામાં આવી છે .

વેહલી સવારે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગ્નાથ , બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની વિધિવત પૂજા કરી રથમાં બેસાડવામાં આવે છે અને ભાવનગર ના રાજવી પરિવાર દ્વારા સોનાના સવરાનાથી પિહિંદ વિધિ કર્યા બાદ ભગવાન નો રથ નગર યાત્રા માટે નીકળે છે .

આ પ્રસંગે સાધુ સંતો , રાજકીય , સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ભગવાન ના દર્શન નો લાભ લે છે .

અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)