ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો! મોકડ્રીલમાં ચેતક કમાન્ડોની જબરજસ્ત કામગીરી!

🗓️ તા. 17 એપ્રિલ 2025
📍 ભાવનગર એરપોર્ટ
✍🏻 અહેવાલ : સતાર મેતર, ભાવનગર

સાંજે છ વાગ્યે શરૂ થયેલી એન્ટી હાઈજેકિંગ મોકડ્રીલ અંતર્ગત ત્રણ આતંકીઓએ ભાવનગર એરપોર્ટ પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સર્જાયા, જેને ચેતક કમાન્ડો ફોર્સે ઝડપી કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યો.

મોકડ્રીલના સંદર્ભમાં બે આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા અને એક આતંકવાદીનો સી.આઈ.એસ.એફ.ના જવાનો દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યો.


🛫 મોકડ્રીલની સમગ્ર ઘટનાઓક્રમ:

સાંજે 6:00 વાગ્યે ત્રણ આતંકીઓ કાર દ્વારા એરપોર્ટના એડમિન ગેટ સુધી પહોંચ્યા અને અંદર ઘુસવા સિક્યોરિટીએ અટકાવતાં બોમ્બ વિસ્ફોટ કરીને આંતક મચાવ્યું. તત્કાલ તેણે ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા.

વિમાન હાઈજેકની આશંકાને પગલે સુરત એરપોર્ટ ઓથોરિટીના ઈનપુટ પરથી, જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ, SOG, CISF અને QRT દ્વારા એરપોર્ટ પર કોર્ડન કરાયું અને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ.


🧠 બંધકો મુક્ત – આતંકીઓ પકડી પડાયા:

જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિ તરીકે સીટી મામલતદાર કે.બી. ચાંદલિયા આતંકીઓ સાથે સંવાદ માટે પહોંચી ગયા. આંતકીઓએ જેલમાં કેદ એક આતંકીની મુક્તિ, હેલિકોપ્ટર અને રૂ. 100 કરોડની માંગ રાખી હતી.

આ દરમિયાન ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓ પર ઓપરેશન ચલાવ્યું, જેમાં તમામ ત્રણ બંધકોને સલામત મુક્ત કરાયા અને ત્રણ AK-47 રાઈફલ કબ્જે કરવામાં આવી.


🛡️ મજબૂત પોલીસ બંદોબસ્ત અને તાલમેલ:

મોકડ્રીલ દરમિયાન એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર બનાવીને ટ્રાફિક મેનેજમેન્ટ સહિત વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવ્યો. સર્ચ ઓપરેશનથી લઈને રાહત કામગીરી સુધી તમામ તંત્રોની સંકલિત કામગીરી જોઈને દ્રશ્ય જાણે સાચા હુમલાની ઘટના હોય તેમ લાગતું હતું.


👮 મોકડ્રીલમાં હાજર મુખ્ય અધિકારીઓ:

  • ઈ.ચા. પોલીસ અધિક્ષક અંશુલ જૈન
  • સિટી પોલીસ, SOG, QRT, LCB
  • ફાયર વિભાગ, મેડિકલ ટીમ, એરપોર્ટ ઓથોરિટી
  • રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ

ભવિષ્યના ખતરા સામે તંત્રની તૈયારીઓનું આ મોકડ્રીલ એક સાબિતીરૂપ બ્યુલીટન બની રહ્યું છે. ચેતક કમાન્ડોની ચપળતા અને તંત્રની સંકલિત કામગીરીને ભાવનગર જિલ્લાના સુરક્ષા બળોને સલામ છે.