ભાવનગર શહેરમાં દારૂ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટનાં પરપ્રાંત ઈંગ્લિશ દારૂની ૧૮૦ MLની 165 બોટલ સાથે એક મહિલાને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹37,125નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
એલસીબી ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જ્યારે એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક મેડિકલ કોલેજ રોડ પર હતી, ત્યારે બાતમી મળી કે અગાઉ દારૂના કેસમાં પકડાઈ ચૂકેલી રતનબેન નીતેશભાઈ રાઠોડ (ઉ.વ. 30, રહે. આડોડીયાવાસ) પોતાનાં થેલાઓમાં પરપ્રાંત દારૂ લઈને ઉભી છે. રેઈડ દરમ્યાન બે અલગ-અલગ થેલામાંથી “બેગપાઈપર ડિલક્સ વ્હિસ્કી”ની “ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓનલી” લખેલી કંપની સીલપેક બોટલો મળી આવી.
મહિલા સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાર્યરત ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ મહેંદ્રભાઈ ચૌહાણ, માનદિપસિંહ ગોહીલ, અનિલભાઈ સોલંકી અને મહિલા હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન કુંચાલાએ સફળ કામગીરી અંજામ આપી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર