ભાવનગર:
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને એસ.પી. ડો. હર્ષદ પટેલના દિશા-દર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગરની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કિં.રૂ. ૩,૦૦૦/-ના લોખંડના પાનાં સાથે એક ઈસમને પકડી પાડ્યો છે.
એલ.સી.બી. સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે કુંભારવાડા-મોતીતળાવ રસ્તા પાસે એક શંકાસ્પદ ઈસમ વિશે બાતમી મળતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઈસમ પાસે ૩૦ લોખંડના પાનાં મળ્યા હતા જેની અંદાજીત કિંમત રૂ. ૩,૦૦૦/- છે. જ્યારે તેના પાસેથી ચોરી અંગે સંતોષકારક જવાબ ન મળતાં માલ કબ્જે લેવામાં આવ્યો હતો.
પોલીસે આગળની પુછપરછમાં જણાયું કે આરોપીએ અલંગ શીપ યાર્ડ વિસ્તારમાં આવેલ એક પ્લોટમાંથી માલ ચોરી કર્યો હતો. જે અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફ.ગુ.ર.નં. 0098/2025 હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
આરોપીનું નામ:
પ્રવીણ ઉર્ફે નનુ ભાયાભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૩), રહે. મીઠી વિરડી રોડ, જસપરા, તળાજા
કામગીરી કરનાર ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ
અરવિંદભાઇ બારૈયા,
અશોકભાઇ ડાભી,
તરૂણભાઇ નાંદવા,
પ્રવિણભાઇ ગળસર
અહેવાલ: સતાર મેતર, ભાવનગર