ભાવનગર શહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા 6 ઇસમો પર એલ.સી.બી. પોલીસે દરોડો કરી રૂ. 39,750 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સૂચના અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગાર અને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નાબૂદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી કે વાઘાવાડી રોડ સ્થિત ઇવા સુરભી કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તારમાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. માહિતીના આધારે તાત્કાલિક રેડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ:
રાધેશ્યામ રાજુભાઈ માખેજા (ઉ.વ.28)
કમલેશ રાજુભાઈ માખેજા (ઉ.વ.32)
હિતેશ લાલચંદ દાંદવાણી (ઉ.વ.30)
નિલેશ લાલચંદ દાંદવાણી (ઉ.વ.28)
ગૌતમ નારણભાઈ ગીદવાણી (ઉ.વ.34)
ભરત સુરેશભાઈ સાજવાણી (ઉ.વ.29)
આ તમામને જુગાર પ્રતિબંધક ધારા હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી કરવામાં આવી.
મુદ્દામાલમાં કબ્જે:
ગંજીપત્તાના પાનાં – 52 નંગ
રોકડ રકમ – ₹39,750
કુલ કબ્જે મુદ્દામાલનો કિંમત – ₹39,750/-
કાર્યરત ટીમ:
એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના વનરાજ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદીપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, માનદિપસિંહ ગોહિલ અને એજાજખાન પઠાણે રેડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસ વિભાગ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરાય રહી છે અને આવી પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ સખત કાર્યવાહી ચાલુ રહેશે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર