ભાવનગર એલ.સી.બી.ની કામગીરીમાં ચાર જુગારીઓ ઝડપાયા – રૂ.૨૩,૧૦૦ સાથે ગંજીપત્તાનો જુગાર ભાંડો ફોડાયો.

ભાવનગર શહેરમાં જુગાર અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબના સખત નિર્દેશોને અનુસરીને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબ તથા તેમની ટીમે એક મહત્વની કામગીરી અંજામ આપી છે.

એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલી કે કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ ઉપર આવેલા દુર્ગામાતા મંદિર સામેના ખાંચામાં જાહેરમાં કેટલાક વ્યક્તિઓ ગોળ બેસીને ગંજીપત્તાના પાનાં વડે હાથકાંપનો જુગાર રમી રહ્યા છે.

પોલીસે તરત જ બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી. આ કામગીરી દરમ્યાન ચાર ઇસમોને જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા. પોલીસએ તેમના કબજેથી ગંજીપત્તાના ૫૨ પાના તેમજ રોકડ રૂ.૨૩,૧૦૦ મળીને કુલ રૂ.૨૩,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો.


આરોપીઓની વિગતો:

  1. મહેશભાઇ ગગજીભાઇ મકવાણા (ઉંમર ૨૯, રહે. મહંમદી મસ્જીદ પાસે, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર)

  2. કિશોરભાઇ જેંતીભાઇ ચુડાસમા (ઉંમર ૩૧, રહે. ખારમાં, મફતનગર, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર)

  3. સંજય સુરેશભાઇ ચુડાસમા (ઉંમર ૨૨, રહે. ખારમાં, મફતનગર, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર)

  4. મિલન દેવજીભાઇ ગોહીલ (ઉંમર ૩૩, રહે. રતનપુર ગાયકવાડ, તા. વલભીપુર, જી. ભાવનગર)


કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • ગંજીપત્તાના પાના – ૫૨

  • રોકડ – રૂ.૨૩,૧૦૦

  • કુલ કિંમંત – રૂ.૨૩,૧૦૦


કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ. એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, બાવકુદાન કુંચાલા, કેવલભાઇ સાંગા તથા માનદિપસિંહ ગોહીલ દ્વારા સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી.

આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


📌 અહેવાલ: સતાર મેતર, ભાવનગર