ભાવનગર એલ.સી.બી.ની કાર્યવાહી – તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમ ઝડપી, રૂ.13,600 નો મુદ્દામાલ કબ્જે.

ભાવનગરમાં જુગાર તથા દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુત કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ દ્વારા સખ્ત સૂચનાઓ આપવામાં આવી છે. તેના અનુસંધાનમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે.

તા. 23/08/2025ના રોજ એલ.સી.બી.નો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન બાતમી મળી કે ભાવનગર કુંભારવાડા, નારી રોડ પાસે શક્તિ સોલ્ટ તરફ જવાના રસ્તા પર જાહેર જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ છાપો માર્યો હતો. પોલીસની હાજરીમાં ત્યાં જુગાર રમતા કેટલાક ઇસમોને રંગે હાથે ઝડપવામાં આવ્યા.


🧑‍⚖️ આરોપીઓની યાદી :

  1. વિક્રમભાઇ કરમશીભાઇ બારૈયા (42, મજૂરી)

  2. પરેશભાઇ ભુરાભાઇ બારૈયા (43, મજૂરી)

  3. ભાવેશભાઇ ભુરાભાઇ બારૈયા (55, મજૂરી)

  4. મેરુભાઇ કાળુભાઇ બારૈયા (53, મજૂરી)

  5. પ્રકાશભાઇ હિરાભાઇ વેગડ (35, મજૂરી)

  6. હિંમતભાઇ કાવાભાઇ બારૈયા (65, મજૂરી) – ધરપકડ બાકી

  7. પ્રભાતભાઇ કાવાભાઇ બારૈયા (61, મજૂરી) – ધરપકડ બાકી

(તમામ આરોપીઓ રામદેવનગર, કુંભારવાડા, ભાવનગરનાં રહેવાસી છે.)


💰 કબ્જે કરાયેલ મુદ્દામાલ :

  • ગંજીપત્તાના પાના – 52

  • રોકડ રકમ – ₹13,600 (અલગ અલગ ચલણી નોટો)

  • ગ્રે કલરનો સફેદ લાઈનિંગવાળો રૂમાલ

કુલ મુદ્દામાલની કિંમત – ₹13,600


👮 કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :

  • પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા

  • ઘનશ્યામભાઇ ગોહિલ

  • મહેન્દ્રભાઇ ચૌહાણ

  • સાગરભાઇ જોગદિયા

  • વિઠ્ઠલભાઇ બારૈયા

  • સંજયભાઇ ચુડાસમા

  • અનિલભાઇ સોલંકી


આ કાર્યવાહી બાદ આરોપીઓ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

📍 અહેવાલ : સતાર મેતર, ભાવનગર