ભાવનગર એલ.સી.બી.ની છાપેમારીમાં તીન પત્તીનો જુગાર રમતા 3 ઝડપાયા, રૂ.12,440 મુદ્દામાલ કબજે.

ભાવનગર તા.31 : ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ.સી.બી.) રાત્રિના પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપેમારી કરી 3 જુગારીઓને ઝડપી પાડયા છે. પોલીસે તેમની પાસેથી રૂ.12,440 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એ.આર.વાળા તથા સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તા.30-31/08/2025ની રાત્રે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે શિહોર ગુદાળા વસાહત પ્લોટ વિસ્તારમાં રાજુભાઈ ઘંટીવાળાની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં અમુક ઇસમો તીન પત્તીનો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેઇડ કરી 3 આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.


ઝડપાયેલા આરોપીઓ

  1. અશ્વિનભાઈ ભાનુભાઈ ચૌહાણ (ઉ. 28, ધંધો: હીરા, રહે. શિહોર ગુદાળા વસાહત પ્લોટ વિસ્તાર)

  2. રાકેશભાઈ ઇશ્વરભાઈ ચૌહાણ (ઉ. 30, ધંધો: હીરા, રહે. શિહોર ગુદાળા સ્મશાન પાસે)

  3. વિજયભાઈ પરષોતમભાઈ મેર (ઉ. 26, ધંધો: મજૂરી, રહે. શિહોર રામનગર પ્લોટ વિસ્તાર)


કબજે કરાયેલ મુદ્દામાલ

  • રોકડા રૂપિયા – રૂ.12,440/-

  • ગંજીપતાના પાના – 52 નંગ

  • કુલ મુદ્દામાલ કિ.રૂ. – 12,440/-


કામગીરી કરનાર સ્ટાફ

  • પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા

  • પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જેબલીયા

  • દીપસંગભાઈ ભંડારી

  • હરેશભાઈ ઉલવા

  • હીરેનભાઈ સોલંકી

  • નિતીનભાઈ ખટાણા


જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ સામે શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર