ભાવનગર: રાજ્યમાં દારૂ પ્રતિબંધ છતાં દારૂની હેરફેર અને વેચાણ થતું હોવાના ઇશારા વચ્ચે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબનાં સૂચનાથી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે એલ.સી.બી. સ્ટાફને ખાસ ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો હતો.
તે અંતર્ગત, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે ભાવનગર શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ મંગાવી વેચાણ કરે છે.
બાતમી આધારે પોલીસે રેઇડ કરતાં સ્થળ પરથી આરોપી હાજર ન મળ્યો, પરંતુ મકાનમાંથી “ફોર સેલ ઇન ચંદીગઢ સ્ટેટ ઓનલી” લખેલી વિવિધ કંપની સીલપેક બોટલોનો જથ્થો મળી આવ્યો.
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી – 180 ML પ્લાસ્ટિક બોટલ – 48 નંગ – કિંમત રૂ. 15,600/-
ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી – 180 ML પ્લાસ્ટિક બોટલ – 48 નંગ – કિંમત રૂ. 18,000/-
ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી – 180 ML કાચની બોટલ – 47 નંગ – કિંમત રૂ. 17,625/-
ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી – 750 ML કાચની બોટલ – 19 નંગ – કિંમત રૂ. 26,600/-
રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી – 750 ML કાચની બોટલ – 12 નંગ – કિંમત રૂ. 15,600/-
👉 કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 93,425/-
આરોપી:
અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ (રહે. આડોડિયા વાસ, ભાવનગર) – હાલ પકડવાનાં બાકી
કામગીરી કરનાર સ્ટાફ:
પોલીસ ઇન્સ. એ.આર.વાળા
વનરાજભાઈ ખુમાણ
બાવકુદાન કુંચાલા
જયદિપસિંહ ગોહિલ
કેવલભાઈ સાંગા
ઉમેશભાઈ હુંબલ
આ કામગીરીથી એક તરફ દારૂ માફિયાઓમાં ચકચાર મચી છે, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે. ગુન્હો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
📍 અહેવાલ: સતાર મેતર, ભાવનગર