
ભાવનગર, તા. ૩: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શિહોર નજીક સીતારામ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સામે જાહેર રોડ ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. ૧૨૫ બોટલો સાથે કુલ ₹૪,૮૦,૭૬૭/- નો મુદ્દામાલ કબજે કરી મોટા ટીમલા, લીમડીના એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.
આ કાર્યવાહી IGP ગૌતમ પરમાર, SP ડો. હર્ષદ પટેલ, તથા LCB PI એ.આર.વાળા અને પી.બી. જેબલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીનું નામ:
- મયુરસિંહ ઉર્ફે કપી અનિરૂદ્ધસિંહ રાણા (ઉ.વ. ૩૨), ધંધો: ખેતી, રહે. મોટા ટીમલા, તા. લીમડી, જી. સુરેન્દ્રનગર
ફરાર આરોપી:
- કૃષ્ણદેવસિંહ ઉર્ફે કે.વી. ગોહિલ, રહે. રંડોળા, તા. પાલીતાણા
કબ્જે કરાયેલ દારૂનો જથ્થો (ફોર સેલ ઇન પંજાબ):
- રોયલ ચેલેન્જ – ૩૬ બોટલ – ₹૨૫,૦૫૬/-
- મેકડોવેલ – ૫૬ બોટલ – ₹૩૧,૪૭૨/-
- રોયલ એસ – ૧૨ બોટલ – ₹૬,૫૮૮/-
- ઓલ સન્સ ગોલ્ડ – ૯ બોટલ – ₹૬,૬૫૧/-
- રોયલ ગ્રીન – ૧૨ બોટલ – ₹૬,૦૦૦/-
અન્ય કબ્જે કરાયેલ મુદ્દામાલ:
- સફેદ બલેનો કાર (GJ-13-CD-3320) – ₹૪,૦૦,૦૦૦/-
- મોબાઇલ ફોન – ₹૫,૦૦૦/-
કુલ કબ્જે કિંમત: ₹૪,૮૦,૭૬૭/-
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ:
- PI એ.આર. વાળા, PI પી.બી. જેબલીયા
- અજીતસિંહ મોરી, હીરેનમાઇ સોલંકી, અરવિંદ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખ પરમાર, પ્રજ્ઞેશ પંડ્યા
આરોપી વિરૂદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાઈ, આગળની કાર્યવાહી ચાલુ છે. ફરાર આરોપીની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર