ભાવનગર એલ.સી.બી.ની વધુ એક દારૂ ઝડપ : ₹૪.૬૮ લાખના વિદેશી દારૂ તથા બિયર ટીન સાથે એક ઇસમ ઝડપાયો, ત્રણ ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કવોડે મળીને આજે વધુ એક મોટા પ્રોહિબિશનના ગુનાની ભેદ ઉકેલી છે. શિહોરથી ભાવનગર આવી રહેલી એક છોટા હાથીમાંથી ભારતીય બનાવટનાં ૬૩૬ વિદેશી દારૂની બોટલ અને ૩૩૬ બિયર ટીન, કુલ ₹૪,૬૮,૭૬૦/-ના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.

આરોપી પકડાયો:

  • રવિભાઈ ઉર્ફે ડી.જે. અમરશીભાઈ રાઠોડ (ઉ.વ. ૩૨), ડ્રાઇવર, રહે. અક્ષરપાર્ક, મફતનગર, ભાવનગર

ફરાર આરોપીઓ:

  1. ભરતભાઈ વિભાભાઈ સોટિયા – અક્ષરપાર્ક સોસાયટી, ભાવનગર
  2. અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા – કુંભારવાડા, ભાવનગર
  3. ધનશ્યામ ઉર્ફે જી.ડી. બુધેલીયા – શિહોર, જી. ભાવનગર

કબ્જે કરાયેલ મુદ્દામાલ વિગતે:

  • લંડન પ્રાઈડ ઓરેન્જ વોડકા (MP) – ૮૪ બોટલ – ₹૫૧,૨૪૦/-
  • ડેનીમ-૩૦ ગ્રીન એપલ વોડકા (MH) – ૨૧૬ બોટલ – ₹૧,૦૮,૦૦૦/-
  • રોયલ બ્લુ વ્હિસ્કી (Goa) – ૩૩૬ બોટલ (૧૮૦ml) – ₹૩૩,૬૦૦/-
  • ટબર્ગ પ્રીમિયમ બિયર ટીન – ૩૩૬ ટીન – ₹૭૩,૯૨૦/-
  • ટાટા છોટા હાથી લોડિંગ વાન (GJ-04-AW-1362) – ₹૨,૦૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન – ₹૨,૦૦૦/-

કુલ મુદ્દામાલ: ₹૪,૬૮,૭૬૦/-

પોલીસે વોચ ગોઠવી ગાડી પકડી

વાર્તેજના રંગોલી ચોકડી પાસે નંદનવન ફૂડ પ્લાઝા હોટલની સામે જાહેર રોડ પર, શંકાસ્પદ લોડિંગ ગાડી પકડાઈ. દારૂ પ્લાસ્ટિકના પાઉડર ભરેલી થેલીઓની નીચે છુપાવ્યો હતો.

કાર્યવાહી કરનાર ટીમ:

PI એ.આર. વાળા, PI પી.બી. જેબલીયા
સ્ટાફ: અજીતસિંહ મોરી, અરવિંદ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખ પરમાર, પ્રજ્ઞેશ પંડ્યા

આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર