ભાવનગર એલ.સી.બી. સ્ટાફ પાલીતાણા રૂરલ વિસ્તારમાં તહેવારો શરૂ થયા પહેલાજ શકુની મહેફિલ માં ભંગ પાડી ને સાત ને દબોચી પાડયા

ભાવનગર

તા.૨૭/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો પાલીતાણા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, દેદરડા ગામ બસ સ્ટેન્ડની પાસે સરકારી કન્ડમ ક્વાટર્સ ની બહાર ખુલ્લી જગ્યામાં સ્ટીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો ખુલ્લી જાહેર જગ્યામા પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.’’ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૫૨,૬૦૦/- મળી કુલ કિં.રૂ.૫૨,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ:- ગુજરાત બ્યુરો