ભાવનગર કમિશ્નર થયા ભાવુક, ભાવનગરની જનતા ને કહ્યું આઈ લવ યુ..

ભાવનગર

ભાવનગર મ્યુનિસિપલ એન.વી. ઉપધ્યાયની એન.વી. ઉપધ્યાયની ગાંધીનગર ખાતે બદલી થાય છે ત્યારે બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભાવનગરના વિકાસ માટેના કામ કર્યા છે જેને લઈને તેમની જનતામાં લોકચાહના ખુબ વધી છે એન તેમને પણ ભાવનગર વાસિયો માટે પ્રેમ છે તે દેખાય છે. તેમના છેલ્લા ઈન્ટરવ્યુમાં ભાવનગરની જનતા ને આઈ લવ યુ કહી કમિશ્નર થોડા ભાવુક થયા હતા .

એક ખાસ ઈન્ટરવ્યુમાં એન.વી. ઉપધ્યાયે કહ્યું કે “હું જ્યારે સુરત થી બદલી થઈને ભાવનગર આવ્યો હતો ત્યારે હું કોઈ ને ઓળખતો ન હતો પરંતુ અત્યારે જ્યારે હું જાવ છું ત્યારે મને ભાવનગરે આપેલો પ્રેમ અને આદર સત્કાર મે મારા જીવનના એટલા વર્ષોની નોકરીમાં નથી જોયો” .

ભાવનગરના વિકાસ માટે ગેરકાદેસર દબાણો હટાવવા ની પ્રક્રિયાથી દબંગ કમિશ્નર તરીકેની છાપ પણ હતી પરંતુ નિયમોમાં રહીને શહેરનો વિકાસ કરી એન.વી. ઉપધ્યાયે ખુબ લોક ચાહના મેળવી છે . શહેરના વિકાસમાં ગેરકાયદેસર દબાણ , રોડ , ગાર્ડન , રોડ ઉપરના સાઈન બોર્ડ , ડ્રેનેજ, વોટર સપ્લાય જેવા કામો કર્યા છે અને આવનાર દિવસો ની અંદર ઘણા કામો થશે.

ભાવનગરની જનતા દ્વારા એક વિદાય સમારોહ મેઘાણી ઓડીટોરીયમમાં રાખવામાં આવ્યો હતો જેમાં ૭૦ થી વધુ સમાજિક અને અધોગિક સંસ્થા દ્વારા કમિશ્નર ઉપાધ્યાયને વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી હતી . આ પ્રસંગે મેયર ભરત બારડ , સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા , શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ , વિરોધ પક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા તેમજ સંગઠન ના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . પોતાના છેલ્લા ઈન્ટરવ્યુમાં કમિશ્નર ઉપાદ્યાયએ ભાવનગરની જનતા ને આઈ લવ યુ કહ્યું હતુ .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)