ભાવનગર જિલ્લાના પાલિતાણાની આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા.

ભાવનગર

સમગ્ર ગુજરાતમાં ૨૧ મા શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે શ્રી આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૩ મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત કરી હતી. છેવાડાના માનવીઓનાં બાળકોના શિક્ષણની ચિંતા સરકાર કરી રહી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ની સાથો સાથ સ્કોલરશીપ આપીને બાળકોના માતા પિતાને આર્થિક મદદરૂપ થઈ રહી છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ બાલવાટિકા અને ધો. ૧ મા પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)