ભાવનગર જિલ્લામાં જય જનની શાળા એક લાખ વૃક્ષો નું વાવેતર કરી રચશે ઇતિહાસ.

ભાવનગર

ભાવનગર જિલ્લાના બપાડા ગામ ની જય જનની વિદ્યા સંકુલ ના બાળકો દ્વારા જાતે સિડ્સ બોલ બનાવ્યા છે અને ૧ લાખ વૃક્ષો નું વાવેતર કરી ઇતિહાસ રચશે.ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ના લીધે વરસાદ અને ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે જેના લીધે જયજનની વિદ્યા સંકુલ ના બાળકોએ પોતાની જાતે જ આખા વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરશે

જેમાં બાળકો પોતે જ સિડ્સ બોલ બનાવ્યા જાતે જ બીજ લાવ્યા માટી અને એમાં ગોબરને ભેળવી આ બોલ બનાવ્યા હતા અને બાળકોએ જાતે જ આ વૃક્ષારોપણની શરૂઆત પણ કરી દીધી છે હાલ 25000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે .

જાંબુડા ના બીજ લીમડાના બીજ આંબાના બીજ.. વડલાના બીજ આમળાના બીજ નું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ આ જ્યાં ઉજ્જડ જગ્યા છે ડુંગરાળ વિસ્તાર છે ત્યાં તેમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.સંસ્થા દ્વારા જે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે તેમાં શાળાના ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણ જેહમત ઉઠાવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ આ વર્ષના અંતપહેલા જ પૂર્ણ કરી દેવામાં આવશે.આ નિર્ણયને તળાજા વાસીઓએ તેમજ વાલીઓ દ્વારા આવકાર્યો હતો

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)