ભાવનગર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઈને તૈયારીનો માહોલ શરૂ થઈ ગયો છે. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી.
યોગેશ દેસાઈએ જણાવ્યું કે સિંહ દિવસનો હેતુ સંવેદનશીલ સાવજ સાથે સહજીવનનો સંદેશ આપવાનો છે. વિશ્વભરમાં એશિયાટિક સિંહ માટે રહેલું આકર્ષણ આપણાં માટે ગૌરવની બાબત છે. ભાવનગર જિલ્લામાં આવનાર ૧૦ ઓગસ્ટે શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનોના સહકારથી ઉત્સાહભેર કાર્યક્રમ યોજાશે.
આ અવસરે પાલિતાણા શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ધનંજય સાધુએ ઉજવણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના શાસનાધિકારી મૂંજાલ બડમલિયા, સિંહ દિવસ જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર અને પર્યાવરણવિદ્દ ઈન્દ્રભાઈ ગઢવીએ આયોજન બાબતે પોતાના વિચારો રજૂ કર્યા.
જિલ્લા સંયોજક રાજેશભાઈ ભાલિયા અને તાલુકા સંયોજકો તડામાર તૈયારીઓમાં જોડાયેલા છે. કાર્યક્રમનું સંચાલન દિગ્વિજયસિંહ સરવૈયાએ કર્યું હતું.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.