ભાવનગર ટર્મિનસથી જામનગર, વેરાવળ, ઓખા અને પોરબંદર માટે ચાર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેનોમાં વધારાની ભીડ ઘટાડવા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી જામનગર, વેરાવળ, ઓખા અને પોરબંદર સુધી ચાર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14.07.2024 (રવિવાર)ના રોજ જામનગર સ્ટેશનથી 02.00 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 10.30 કલાકે પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 14.07.2024 (રવિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 18.00 કલાકે ઉપડશે અને તારીખ 15.07.2024 (સોમવાર)ના રોજ સવારે 06.15 કલાકે જામનગર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.

2. ટ્રેન નંબર 09538 વેરાવળ-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15.07.2024 (સોમવાર)ના રોજ વેરાવળથી સવારે 4.00 વાગ્યે ઉપડશે અને સવારે 10.30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09537 ભાવનગર-વેરાવળ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15.07.2024 (સોમવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 18.00 કલાકે ઉપડશે અને તારીખ 16.07.2024 (મંગળવાર)ના રોજ 01.20 કલાકે વેરાવળ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન ચોરવાડ રોડ, માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

3. ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 15.07.2024 (સોમવાર)ના રોજ ઓખાથી 23.20 કલાકે ઉપડશે અને તારીખ 16.07.2024ના રોજ સવારે 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 16.07.2024 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે અને તારીખ 17.07.2024 (બુધવાર)ના રોજ સવારે 07.00 કલાકે ઓખા પહોંચશે. રૂટમાં આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

4. ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 18.07.2024 (ગુરુવાર)ના રોજ પોરબંદરથી 23.00 કલાકે ઉપડશે અને તારીખ 19.07.2024 (શુક્રવાર)ના રોજ સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેના બદલામાં, ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 19.07.2024 (શુક્રવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે ઉપડશે અને તારીખ 20.07.2024 (શનિવાર)ના રોજ સવારે 06.50 કલાકે પોરબંદર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)