“મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”
મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ
છે ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ – બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:45 વાગ્યે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી, 16 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી, 17 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ મા સુરેન્દ્રનગર જં, વિરમગામ, મહેસાણા, પાલણપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2- ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09555 માટે બુકિંગ 21મી ડિસેમ્બર, 2024 (શનિવાર) થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)