વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનિત મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એક રેલવે મુસાફર જે ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના B-3 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. 6 જાન્યુઆરી, 2025 (સોમવાર) ના રોજ, સોનગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે, ભૂલથી ટ્રેનમાં જ લાલ રંગની એક બેગ છૂટી ગયો. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે, સોનગઢ સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ મુસાફરને તેની લાલ રંગની બેગ ન મળતાં તેમણે તાત્કાલિક સોનગઢની સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કચેરીનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી.
સોનગઢના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે સિહોર સ્ટેશનના સ્ટેશન અધીક્ષક શ્રી આર. એન. સોલંકીને બેગ ગુમ થવા વિશે જણાવ્યું કારણ કે સોનગઢ પછી ટ્રેનનું આગલું સ્ટોપેજ સિહોર સ્ટેશન હતું. સિહોર જં. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પોઈન્ટ્સ મેન શ્રી રાકેશ પરમારને ઉલ્લેખિત કોચ પર જઈને જોવાની સૂચના આપી. જ્યારે ટ્રેન સિહોર સ્ટેશન પર પહોંચી, ત્યારે પોઈન્ટ્સ મેન શ્રી રાકેશ પરમારને ઉક્ત કોચની બર્થ પર લાલ રંગની બેગ મળી આવી, તેમણે તે બેગ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને આપી.
બેગ મળી આવી હોવાની માહિતી સોનગઢ સ્ટેશને આપવામાં આવી હતી. બેગ મળી આવી હોવાની માહિતી મળતાં મુસાફરે સિહોર સ્ટેશને પહોંચી પોતાની બેગ લઈ લીધી અને બેગ સલામત રીતે મળતાં રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. લુણીધર સ્ટેશન પર ટ્રેન નંબર 59558 (ભાવનગર-વેરાવળ)ના સમય દરમિયાન ટિકિટ કાઉન્ટર પર એક મહિલા મુસાફરની મોબાઈલ ભૂલથી રહી ગયો હતી, જેને જરૂરી તપાસ બાદ લુણીધર સ્ટેશનના સ્ટેશન અધીક્ષક શ્રી શિવમ શર્મા દ્વારા મહિલા મુસાફરના પુત્રને સોંપવામાં આવી હતી.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે ઉપરોક્ત કામગીરી બદલ સંબંધિત કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)