ભાવનગર ડિવિઝન વેસ્ટર્ન રેલવેમાં ચીફ કોમર્શિયલ કલાર્કના પદ પર કાર્યરત દિવ્યાંગ કર્મચારી એવા પરાક્રમસિંહ કનુભા ગોહિલ દ્વારા પેરા ટેબલ ટેનિસની રાષ્ટ્ર કક્ષાની રેન્કિંગ સ્પર્ધામાં ઈન્દોર ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કલાસ-5ની કેટેગરીમાં ટોટલ 27 સભ્યોના ગ્રુપમાંથી ટોપ-8માં ફાઇનલ રેન્ક-7 નંબરની હાંસલ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે તેમજ આવનારા સમયમાં યોજનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (બિહાર)માં સ્થાન પ્રાપ્ત કરવા તરફ પ્રથમ સોપાન (પગથિયું) પાર કરી લીધેલ છે.
ભાવનગર પેરા ટેબલ ટેનિસના ઇતિહાસમાં તેઓ પ્રથમ વ્યક્તિ છે કે જેઓ પ્રથમ પ્રયાસમાં જ રાષ્ટ્રીય કક્ષાએ આવી અનોખી સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ દિવ્યાંગ રમતવીર છે. આ તબક્કે KSM SPORTS CLUB ઘોઘા સર્કલમાં તેઓને કોચિંગ આપતા મુખ્ય કોચ શ્રી ભર્ગવભાઈ ડાભી સહાયક કોચ અંકિત ચૌહાણ તેમજ સાથે રમત શીખડાવનાર એવા પરમ મિત્ર જીગરભાઈ ચાંપાનેરીનો દિલથી આભાર કરે છે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ સહિત તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં મોટી સિદ્ધિઓની શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)