ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી

ટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો.જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ મોબાઈલ પેસેન્જરને સોંપી દીધો. @WesternRly @RailMinIndia

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)