ભાવનગર ડિવિઝનના વાણિજ્ય વિભાગના કર્મચારીએ પ્રમાણિકતા દાખવી મહિલા મુસાફરને મોબાઈલ ફોન પરત કર્યો!

વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને દરેક શક્ય મદદ પૂરી પાડવા માટે હંમેશા તૈયાર રહે છે. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, ભાવનગર ડિવિઝન, અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે 18.04.2025 (શુક્રવાર) ના રોજ, એક મહિલા મુસાફર ધોળકા સ્ટેશને ટ્રેન નં. 20965 ગાંધીગ્રામ – ભાવનગર ઇન્ટરસિટી ની ટિકિટ ખરીદવા માટે આવી હતી. અને ભૂલથી તેનો મોબાઇલ ફોન ટિકિટ કાઉન્ટર પર છોડી દીધો હતો.


ત્યાં બુકિંગ કાઉન્ટર પર કામ કરતા બુકિંગ ક્લાર્ક રાજુ કુમારે કાઉન્ટર પર રહેલો મોબાઈલ જોયો અને મોબાઈલ વિશે જાહેરાત કરી. એનાઉંસમેંટ સાંભળીને, મહિલા પેસેન્જર બુકિંગ ઓફિસમાં આવી, તેણીને ઓળખીને અને ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, બુકિંગ ક્લાર્ક રાજુ કુમાર દ્વારા મોબાઇલ તેને સોંપવામાં આવ્યો. મોબાઈલ મળ્યા બાદ મહિલા મુસાફરે રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો..


ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ઉપરોક્ત કામ માટે સંબંધિત કર્મચારીની પ્રશંસા કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ