જૂનાગઢ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19205 ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઇ, 2024 થી, ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે 11.30ને બદલે 11.44 કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.
2. ટ્રેન નંબર 12755 કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ 18મી જુલાઈ, 2024થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 15.30 કલાકને બદલે 15.15 કલાકે આવશે, આમ આ ટ્રેન 16 મિનિટ વહેલા સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આવશે અને તે મુજબ સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનથી 16 મિનિટ વહેલા ઉપડશે. અન્ય કોઈ સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. ટ્રેન નંબર 19206 મહુવા-ભાવનગર એક્સપ્રેસ 18 જુલાઈ, 2024થી મહુવા સ્ટેશનથી 14.50 કલાકને બદલે 15.00 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 19.50 કલાકને બદલે 20.00 કલાકે પહોંચશે.
4. ટ્રેન નં. 22963 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટના 15 જુલાઈ, 2024 થી, બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40/03.42 કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર આગમનનો સમય 05.45 કલાકના બદલે 05.55 કલાકો હશે. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
5. ટ્રેન નં. 22935 બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક સુપરફાસ્ટના 16 જુલાઈ, 2024 થી બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40/03.42 કલાકનો રહેશે અને પાલીતાણા સ્ટેશન પર પહોંચવાનો સમય 06.00 કલાકના બદલે 06.25 કલાકનો રહેશે. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
6. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઈ, 2024 થી રાણપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.40/02.41 કલાકને બદલે 02.44/02.45 કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર પહોંચવાનો સમય 05.30 કલાકના બદલે 05.45 કલાકો હશે. ઓખાથી લીંબડી સ્ટેશન સુધીની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)