ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા વિધાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ભાવનગર

ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા સમસ્ત દરજી સમાજના વિધાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ જી.કે.પરીખ હોલ ખાતે યોજાયો

જી.કે.પરીખ હોલ ખાતે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ નો ઈનામ આપવામાં આવ્યા જેમાં ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહમાં ૯૯.૯૯ પી.આર સાથે તનીષ્કા દેસાઈ , ધોરણ ૧૦માં ૯૯.૯૯ પીઆર સાથે ઉતીર્ણ થયેલ નંદિની મકવાણા અને રાજ્ય કક્ષાએ લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ આવેલ યુગ વાઘેલા નું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .
દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ જણાવાયું કે સમાજના દીકરા દીકરી ને શિક્ષણ માટે વધુ રુચિ વધે અને તેઓ જીવનમાં વધુ સફળ થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે , વિદ્યાર્થીઓ ની સાથે વાલીઓ ને પણ પોતાના બાળકો ને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરે તેવા હેતુથી આ ઈનામ વિતરણ નું આયોજન કરેલ છે .

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાઘેલા , ઉપપ્રમુખ શરદભાઈ વાઢેર , મંત્રી અજયભાઈ ગોહેલ , સહ મંત્રી ગીરીશભાઈ ગોહેલ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી .

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)