ભાવનગર:
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે આજે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની ઓળખ:
-
નામ: અસ્ફાકભાઇ નીઝામભાઇ બેલીમ
-
ઉંમર: ૨૮ વર્ષ
-
ધંધો: મજૂરી
-
નિવાસ: વડવા તલાવડી, એકતા મેડિકલની બાજુની ગલી, ભાવનગર
મળેલ મુદ્દામાલ:
-
એક દેશી બનાવટની લોખંડની પિસ્તોલ (કિંમત: રૂ. ૧૦,૦૦૦/-)
કાર્યવાહી વિગત:
આજરોજ તા. ૨૪/૦૬/૨૦૨૫ ના રોજ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા શહેરમાં રથયાત્રા અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે અલ્કા સિનેમા પાછળ ખુલ્લા મેદાનમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા અસ્ફાકભાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જ્યારે પોલીસ સ્ટાફે અટકાયત કરીને તપાસ કરતાં પેન્ટના નેફામાં દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આરોપી પાસેથી હથિયાર કબ્જે કરી વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ ટીમ:
-
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા
-
પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જેબલીયા
-
ભૈયપાલસિંહ ચુડાસમા, સોહીલભાઇ ચોકીયા, હારિતસિંહ ચૌહાણ, હરપાલસિંહ જાડેજા, અલ્ફાઝભાઇ વોરા, મજીદભાઇ સમા, પ્રજ્ઞેશભાઇ પંડયા
તપાસની દિશા:
આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું, તે ક્યાં ઉપયોગ કરવાનું હતું તથા અન્ય સંડોવણી અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર