પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ અને ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક ટ્રેનોને હવે તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપ મળશે.
આ બંને ટ્રેનો 25 જુલાઈ, 2025 (શુક્રવાર)થી તરસાઈ સ્ટેશન પર થોડી ક્ષણો માટે ઉભી રહેશે. આ જાહેરાત ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલકુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે.
➡ ટ્રેન નં. 59560 – ભાવનગર ટર્મિનસ → પોરબંદર
તરસાઈ પહોંચશે: 21:01 વાગ્યે
ઉપડશે: 21:02 વાગ્યે
➡ ટ્રેન નં. 59557 – પોરબંદર → ભાવનગર ટર્મિનસ
તરસાઈ પહોંચશે: 07:49 વાગ્યે
ઉપડશે: 07:50 વાગ્યે
➡ ટ્રેન નં. 19571 – રાજકોટ → પોરબંદર
તરસાઈ પહોંચશે: 10:52 વાગ્યે
ઉપડશે: 10:53 વાગ્યે
➡ ટ્રેન નં. 19572 – પોરબંદર → રાજકોટ
તરસાઈ પહોંચશે: 14:55 વાગ્યે
ઉપડશે: 14:56 વાગ્યે
મુસાફરોને વધુ માહિતી માટે રેલ્વેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ